મુકેશ અંબાણી vs ગૌતમ અદાણી: ગૌતમ અદાણી વિશ્વના 11મા સૌથી ધનિક વ્યક્તિ બન્યા.


છેલ્લા બે દિવસથી ભારતીય શેરબજારમાં મંદીનો માહોલ છવાયો છે, જેને પગલે રિલાયન્સના શેર્સ સતત ઘટી રહ્યા છે. એની અસર રૂપે મુકેશ અંબાણીની સંપત્તિમાં મોટા પ્રમાણમાં ધોવાણ થયું અને આથી આજે 25 જાન્યુઆરી 2022ના રોજ ગૌતમ અદાણી ભારતના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. ફોર્બ્સના રિયલ ટાઈમ નેટવર્થ ડેટા મુજબ, ગૌતમ અદાણીની વેલ્થ 90 અબજ ડોલર (રૂ. 6.72 લાખ કરોડ) છે, જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિ 89.8 અબજ ડોલર (રૂ. 6.71 લાખ કરોડ) છે.


બે દિવસમાં રિલાયન્સનો શેર રૂ.
155 તૂટયો બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના આંકડા પ્રમાણે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં બે દિવસ દરમિયાન રૂ. 155થી વધુનું ધોવાણ થયું છે. આ લખાય છે ત્યારે રિલાયન્સનો શેર 2.29% ઘટીને રૂ. 2323.05 પર ટ્રેડ થઈ રહ્યો છે. વીતેલાં પાંચ ટ્રેડિંગ સેશનમાં રિલાયન્સનો શેર રૂ. 200 જેવો તૂટયો છે. ફોર્બ્સના આંકડા મુજબ, બે દિવસમાં મુકેશ અંબાણીની સંપત્તિ 7 અબજ ડોલર (રૂ. 52,000 કરોડ) ઘટી છે.

અદાણીની સંપત્તિ દૈનિક રૂ. 6000 કરોડ વધી રહી છે ફોર્બ્સના રિયલ ટાઈમ ડેટા પ્રમાણે, 31 ડિસેમ્બરે ગૌતમ અદાણીની નેટવર્થ 78 અબજ ડોલર (રૂ. 5.82 લાખ કરોડ) હતી, જે 18 જાન્યુઆરી 2022ના રોજ 93 અબજ ડોલર (રૂ. 6.95 લાખ કરોડ) રહી હતી. આ લખાય છે ત્યારે 25 જાન્યુઆરીએ અદાણીની સંપત્તિ 90 અબજ ડોલર (રૂ. 6.72 લાખ કરોડ) છે. આ હિસાબે નવા વર્ષમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં દૈનિક રૂ. 6000  કરોડથી પણ વધારેનો ઉમેરો થઈ રહ્યો છે.

Comments

Popular posts from this blog