Posts

Image
મુકેશ અંબાણી vs ગૌતમ અદાણી : ગૌતમ અદાણી વિશ્વના 11મા સૌથી ધનિક વ્યક્તિ બન્યા. છેલ્લા બે દિવસથી ભારતીય શેરબજારમાં મંદીનો માહોલ છવાયો છે , જેને પગલે રિલાયન્સના શેર્સ સતત ઘટી રહ્યા છે. એની અસર રૂપે મુકેશ અંબાણીની સંપત્તિમાં મોટા પ્રમાણમાં ધોવાણ થયું અને આથી આજે 25 જાન્યુઆરી 2022 ના રોજ ગૌતમ અદાણી ભારતના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. ફોર્બ્સના રિયલ ટાઈમ નેટવર્થ ડેટા મુજબ , ગૌતમ અદાણીની વેલ્થ 90 અબજ ડોલર (રૂ. 6.72 લાખ કરોડ) છે , જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિ 89.8 અબજ ડોલર (રૂ. 6.71 લાખ કરોડ) છે. બે દિવસમાં રિલાયન્સનો શેર રૂ. 155 તૂટયો બોમ્બે સ્ટોક એક્સચેન્જ ( BSE) ના આંકડા પ્રમાણે , રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં બે દિવસ દરમિયાન રૂ. 155 થી વધુનું ધોવાણ થયું છે. આ લખાય છે ત્યારે રિલાયન્સનો શેર 2.29% ઘટીને રૂ. 2323.05 પર ટ્રેડ થઈ રહ્યો છે. વીતેલાં પાંચ ટ્રેડિંગ સેશનમાં રિલાયન્સનો શેર રૂ. 200 જેવો તૂટયો છે. ફોર્બ્સના આંકડા મુજબ , બે દિવસમાં મુકેશ અંબાણીની સંપત્તિ 7 અબજ ડોલર (રૂ. 52,000 કરોડ) ઘટી છે. અદાણીની સંપત્તિ દૈનિક રૂ. 6000 કરોડ વધી રહી છે ફોર્બ્સના રિયલ ટાઈમ ડેટા...
Image
સલમાનખાન થી લઈને ધરમપાજી સુધી આ સ્ટાર્સ પાસે આલીશાન ફાર્મહાઉસ છે. બોલિવૂડ સેલેબ્સના મુંબઈમાં રહેતા હોય છે , પરંતુ ઘણાં સ્ટાર્સે મુંબઈથી દૂર ફાર્મહાઉસ પણ લીધા હોય છે. ધર્મેન્દ્રથી સલમાન ખાન સહિતના આ સેલેબ્સ પાસે ભવ્ય ફાર્મહાઉસ છે. બોલિવૂડ એક્ટર સલમાન ખાનનું ફાર્મહાઉસ પનવેલમાં આવેલું છે. 150 એકરમાં ફેલાયેલા આ ફાર્મહાઉસનું નામ અર્પિતા ફાર્મહાઉસ છે. સલમાન અહીંયા અવાર-નવાર આવે છે. તે દર વર્ષે અહીંયા બર્થડે સેલિબ્રેટ કરે છે. એક્ટર અહીંયા ખેતી પણ કરે છે. અજય દેવગન તથા કાજોલનું ફાર્મહાઉસ મુંબઈથી થોડેક દૂર કરજતમાં છે. 28 એકરમાં ફેલાયેલા આ ફાર્મહાઉસમાં અજય દેવગન ફળો તથા શાકભાજીની ઓર્ગેનિક ખેતી કરે છે. અક્ષય કુમારનું ગોવામાં સી ફેસિંગ ફાર્મહાઉસ છે. અક્ષય દીકરી નિતારા તથા પત્ની ટિવેંકલ સાથે અહીંયા વેકેશન મનાવવા માટે આવતો હોય છે.  ધર્મેન્દ્ર હાલમાં લોનાવલા સ્થિત ફાર્મહાઉસમાં રહે છે. ધર્મેન્દ્રનું ફાર્મહાઉસ લોનાવલા માં 100 એકરમાં ફેલાયું છે. પર્વત તથા ઝરણાની વચ્ચે આ ફાર્મહાઉસ આવેલું છે. ધર્મેન્દ્ર ફાર્મહાઉસમાં તળાવ પણ બનાવેલું છે. અહીંયા તેમનો તબેલો પણ છે અને ઓર્ગેનિક ખેતી પણ કરે છ...