સલમાનખાન થી લઈને ધરમપાજી સુધી આ સ્ટાર્સ પાસે આલીશાન ફાર્મહાઉસ છે.
બોલિવૂડ સેલેબ્સના મુંબઈમાં રહેતા હોય છે, પરંતુ ઘણાં સ્ટાર્સે મુંબઈથી દૂર ફાર્મહાઉસ પણ લીધા હોય છે. ધર્મેન્દ્રથી સલમાન ખાન સહિતના આ સેલેબ્સ પાસે ભવ્ય ફાર્મહાઉસ છે.
બોલિવૂડ એક્ટર સલમાન ખાનનું ફાર્મહાઉસ પનવેલમાં આવેલું છે. 150 એકરમાં ફેલાયેલા આ ફાર્મહાઉસનું નામ અર્પિતા ફાર્મહાઉસ છે. સલમાન અહીંયા અવાર-નવાર આવે છે. તે દર વર્ષે અહીંયા બર્થડે સેલિબ્રેટ કરે છે. એક્ટર અહીંયા ખેતી પણ કરે છે.અજય દેવગન તથા કાજોલનું ફાર્મહાઉસ મુંબઈથી થોડેક દૂર કરજતમાં છે. 28 એકરમાં ફેલાયેલા આ ફાર્મહાઉસમાં અજય દેવગન ફળો તથા શાકભાજીની ઓર્ગેનિક ખેતી કરે છે.
અક્ષય કુમારનું ગોવામાં સી ફેસિંગ ફાર્મહાઉસ છે. અક્ષય દીકરી નિતારા તથા પત્ની ટિવેંકલ સાથે અહીંયા વેકેશન મનાવવા માટે આવતો હોય છે.
ધર્મેન્દ્ર હાલમાં લોનાવલા સ્થિત ફાર્મહાઉસમાં રહે છે. ધર્મેન્દ્રનું ફાર્મહાઉસ લોનાવલા માં 100 એકરમાં ફેલાયું છે. પર્વત તથા ઝરણાની વચ્ચે આ ફાર્મહાઉસ આવેલું છે. ધર્મેન્દ્ર ફાર્મહાઉસમાં તળાવ પણ બનાવેલું છે. અહીંયા તેમનો તબેલો પણ છે અને ઓર્ગેનિક ખેતી પણ કરે છે.
આમિર ખાનનું પંચગનીમાં ફાર્મહાઉસ છે. આમિર ખાન અવારનવાર પરિવાર સાથે અહીંયા આવે છે.
Comments
Post a Comment